રાહુલ ગાંધીનું રાજા-રજવાડાઓને લઈ નિવેદન વાયરલ થયું હતુ. આ નિવેદનને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરીદેવ સિંહએ રાહુલના આ નિવેદનને વખોડ્યું છે, તેમણે કહ્યું કે, રાહુલ દેશનો ઈતિહાસ નથી જાણતા. રાજાઓ પ્રજાને નુકશાન ન કરતા અઢારે વરણને સાથે રાખી નીકળતા. રાહુલના આ નિવેદનને લઈ ક્ષત્રિય અને રાજવીઓ કોઈવાર સમર્થન નહીં કરે.

