Screenshot 2024 04 22 15 27 02 84 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x395

આજના મુખ્ય સમાચાર

લોકસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં 61℅ મતદાન નોંધાયું. 2019 કરતા 9% ઓછું..

આજે પીએમ મોદી મહારાષ્ટ્ર અને ગોવામાં કરશે ચૂંટણી પ્રચાર..

આજે અમિત શાહ ગુજરાતમાં. 4 લોકસભામાં કરશે પ્રચાર અને રોડ શો.

આજે અમિત શાહ પોરબંદરથી પ્રચારની કરશે શરૂઆત..

આજે પુરષોતમ રૂપાલા લોધિકા અને રાજકોટમાં કરશે ચૂંટણી પ્રચાર..

આજે સી આર પાટીલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા ભાજપમાં જોડાશે..

આજે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં. વલસાડના ઉમેદવાર માટે કરશે પ્રચાર અને રોડ શો..

આજે પરેશ ધાણાની જસદણના વીંછીયા લોકસભામાં કરશે પ્રચાર..

આજે ઊંઝાના કરલી ગામ ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાશે.

આવતી કાલે બારડોલી ખાતે યોજાશે ક્ષત્રિય સમાજનું સંમેલન..

ગાંધીનગર સિવિલમાં ખૂની ખેલ. મોડી રાત્રે 3 વાગે આસપાસ વ્યકતીએ સિવિલમાં જઇ સામે વ્યક્તિને માર્યા છરીના ઘા..

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના પીએસઆઇ 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.

ગુજરાત ATSએ 25 પિસ્તોલ અને 90 રાઉન્ડ સાથે 6ની કરી ધરપકડ..

5 હજાર વર્ષ જૂની કચ્છી કળા અજરખને મળ્યું GI (રજીસ્ટર ઓફ જિયોગ્રાફીકલ ઇન્ડકશન્સ) ટેગ..:સોર્સ

ઇફકોની ચૂંટણી માટે જયેશ રાદડિયાએ ફોર્મ ભરતા વિવાદ છેડાયો:સોર્સ

પંચમહાલ ખાણ ખણીજના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને 60 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા..

સુરતના વેડરોડ પર મોતી પેલેસ ફ્લેટમાં લિફ્ટનું લોક તૂટી ચોથે માળથી પટકાતા 4 લોકો ઇજાગ્રસ્ત.

સુરતના નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા.

જામનગરમાં લિફ્ટમાં ફસાઈ જવાથી 17 વર્ષના સગીર તૌસિફ મકવાણાનું મૌત.

જામનગરમાં જેએમસી શિક્ષણ સમિતિનીના ચેરમેનની ગાડીના ડ્રાઇવરે ત્રણ શખ્સોના ત્રાસથી ઝેર પીધું.

જામનગર નવાગામ ઘેડ વોર્ડ 4 માં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિયોનો હોબાળો. બેનર પોસ્ટર ફાડયા. પોલીસે મામલો થાળે પડ્યો.