પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં મતદાન કેન્દ્ર પર તૈનાત એક સૈનિકનું મોત થયું છે. પોલીસના જણાવ્યા મુજબ જવાનના નાકમાંથી અચાનક લોહી વહેવા લાગ્યું હતું, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેનું મૃત્યુ થયુ હતું. આ તરફ કૂચ બિહારમાં ભાજપના એક કાર્યકર પર હુમલો થયો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. ભાજપે હુમલાનો આરોપ TMCના કાર્યકર્તાઓ પર લગાવ્યો છે.

