Screenshot 2024 04 16 10 57 05 54 50d317251cab9249e46f5e06e720e1dc2 1024x687

ક્ષત્રિય સંમેલનની આગેવાની સામે સવાલ ઉઠ્યા, પદ્મિનીબા અને ગીતાબાનો ઓડિયો વાયરલ.

ક્ષત્રિય સંમેલનની આગેવાની સામે સવાલ ઉઠ્યા, પદ્મિનીબા અને ગીતાબાનો ઓડિયો વાયરલ.

રાજકોટ, 15 એપ્રિલ : રાજકોટ નજીક રતનપર ગામ પાસે ગઈકાલે રવિવારે ક્ષત્રિય સમાજનું ઐતિહાસિક સંમેલન મળ્યું હતું. જેમાં આશરે ત્રણેક લાખ ક્ષત્રિયો એકઠાં થયા હતા અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ થાય તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે હવે આ સંમેલનની આગેવાની સામે સવાલ ઉભા થયા છે. આ સમગ્ર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળા અને અન્ય એક ક્ષત્રિયાણી ગીતાબા પરમારના ઓડિયો વાયરલ થયા છે. જેમાં બંને મહિલાઓએ સંકલન સમિતિ ઉપર સવાલ ઉઠાવ્યા છે.