અદાણી ગ્રીન એનર્જી 5 વર્ષમાં રોકાણ કરશે
અદાણી ગ્રીન એનર્જી લિ. મોટું રોકાણ કરવા જઈ રહી છે. એમડી વિનીત જૈને જણાવ્યું કે, કંપની ગુજરાતના કચ્છમાં ખાવડા પ્લાન્ટમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પર 30 GWની ક્ષમતા વધારવા માટે આગામી 5 વર્ષમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે. આ સિવાય તે 2030 સુધીમાં અન્ય સ્થળોએ 6-7 GW રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પર 50,000 કરોડનું રોકાણ કરશે. એટલે કે, કુલ રોકાણ 2.3 લાખ કરોડ થશે.

