IPL: ચેન્નાઈ-હૈદરાબાદ મેચ પર ખતરો!
IPLની 18મી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ ગ્રાઉન્ડ પર CSK અને SRH વચ્ચે રમાશે. જોકે મેચ પર ખતરો તોળાઈ રહ્યો છે, કારણ કે મેચ પહેલા સ્ટેડિયમની લાઈટનું કનેક્શન કટ કરાયું છે. મળતી માહિતી મુજબ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને ₹1.63 કરોડનું વીજ બિલ ચૂકવ્યું નથી. વીજ પુરવઠો ખોરવાયા બાદ મેચ કેવી રીતે યોજાશે તે સવાલ થઈ રહ્યો છે. ક્રિકેટ એસોસિએશનનો દાવો છે કે, વીજળી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
