BIG BREAKING: દેશમાં CAA લાગુ
કેન્દ્ર સરકારે વધુ એક સનસનીખેજ નિર્ણય લીધો છે. દેશમાં CAA લાગુ કરવામાં આવ્યો છે. ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા બિલને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ દેશવ્યાપી વિરોધને કારણે તેનો અમલ થઈ શક્યો ન હતો. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં કહ્યું હતું કે ચૂંટણી પહેલા CAA લાવવામાં આવશે. આ કાયદો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી 2015 પહેલા દેશમાં પ્રવેશેલા બિન-મુસ્લિમોને નાગરિકતા આપશે.

