Train

Veraval-Jabalpur Express: વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટને બદલે તેના નિર્ધારિત રૂટ પર દોડશે

રાજકોટ,13 ઓક્ટોબર: Veraval-Jabalpur Express: ભોપાલ ડિવિઝનમાં લેવામાં આવેલો બ્લોક કેન્સલ થવાને કારણે હવે વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટને બદલે તેના નિર્ધારિત રૂટ પર દોડશે

વેસ્ટ સેન્ટ્રલ રેલવેના ભોપાલ ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, રાજકોટ ડિવિઝન થી પસાર થતી વેરાવળ-જબલપુર અને જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનોને 27.10.2023 સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે, ભોપાલ ડિવિઝન દ્વારા બ્લોક રદ થવાને કારણે, ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર અને ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનો હવે પછીની સૂચના સુધી ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને તેમના નિર્ધારિત રૂટ પર દોડશે.

ટ્રેનના સંચાલન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.