Nushrat Bharucha Controversy

Maulana criticized Nusrat: એક્ટ્રેસ નુસરત ભરુચાએ મહાકાલના દર્શન કરતા મૌલાનાએ અભિનેત્રીને શરીયતની નજરમાં ગુનેગાર ગણાવી!

બોલિવુડ ડેસ્ક, 01 જાન્યુઆરીઃ Maulana criticized Nusrat: બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચા હાલમાં જ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પહોંચી હતી. જ્યાં તેણે મહાકાલના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા હતા. એક્ટ્રેસે પરંપરાગત ભસ્મ આરતીમાં ભાગ લીધો અને મંદિરના પૂજારીઓએ તેને એક શાલ આપી સન્માનિત પણ કરી હતી, જેની તસવીર અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

જોકે એક્ટ્રેસના આ કામથી મુસ્લિમ ધર્મ અને ધાર્મિક સહિષ્ણુતાના કારણે ચર્ચાનો વિષય બની ગયો છે. પોતાની આ યાત્રા અને મહાકાલના દર્શન કરવાને લઈને અભિનેત્રી ચર્ચામાં છે. ઓલ ઇન્ડિયા જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રજવી બરેલવીએ નુસરત ભરુચાના મહાકાલ મંદિર દર્શનને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને અભિનેત્રી વિરુદ્ધ ફતવો જાહેર કરી દીધો છે.

આ પણ વાંચોઃ Vande Bharat Sleeper Train: દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનની જાહેરાત, જાણો ભાડુ તથા રુટ વિશેની વિગત

નુસરત ભરુચા વિરુદ્ધ ફતવો જાહેર કર્યો
મૌલાના શહાબુદ્દીનનું કહેવું છે કે નુસરત ભરુચાએ મહાકાલ મંદિરમાં જે ધાર્મિક પરંપરાઓનું પાલન કર્યું આ તમામ વસ્તુઓ ઇસ્લામ વિરુદ્ધ છે અને તેના કારણે તે શરીયતની નજરમાં ગુનેગાર છે. મૌલાનાએ કહ્યું કે નુસરતને આવું ન કરવું જોઈએ અને તેને કલમા વાંચવા જોઈએ. મહાકાલેશ્વર મંદિરમાં પૂજા દર્શન કરવાના કારણે નુસરત ભરુચા વિરુદ્ધ ફતવા જાહેર કર્યો છે. મૌલાના શહાબુદ્દીને તેને ગંભીર પાપ ગણાવ્યું છે. મૌલાના શહાબુદ્દીન રિઝવી બરેલવીએ અભિનેત્રીને શીખામણ આપતા કહ્યું કે ઇસ્લામ મંદિરમાં જઈને જળ ચઢાવવા તથા પૂજા કરવાની મંજૂરી નથી આપતો. તેને અલ્લાહ પાસે માફી માગવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, નુસરત ભરુચા મંગળવારે, 30 ડિસેમ્બરના રોજ મહાકાલ મંદિરમાં પહોંચી હતી, જ્યાં તેણે ભસ્મ આરતીમાં ભાગ લીધો અને મહાકાલેશ્વરના દર્શન કરી આશીર્વાદ લીધા. આવા સમયે મંદિર સમિતિ તરફથી શિવકાંત પાંડેએ તેમનું સ્વાગત કર્યું અને ત્યાર બાદ તેમણે મહાકાલ પર પોતાની આસ્થા વિશે વાત કરતા જણાવ્યું કે, તે દર વર્ષે બાબાના દર્શન માટે આવવા માગે છે. તેણે એ પણ જણાવ્યું કે તે બીજી વાર મહાકાલના દર્શન માટે આવી છે.

આ પણ વાંચોઃ Rashifal 2026: રાશિ આધારિત જાણો કેવુ રહેશે તમારુ 2026નું નવુ વર્ષ ?- કઇ છે તમારી રાશિ