નવી દિલ્હી, 13 ડિસેમ્બરઃ Sanskrit in Pak University: ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ પ્રથમ વખત પાકિસ્તાનમાં કોઈ યુનિવર્સિટી દ્વારા વર્ગખંડોમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ(LUMS) દ્વારા શાસ્ત્રીય ભાષા સંસ્કૃતનો ચાર ક્રેડિટનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.
In December 2025, the Lahore University of Management Sciences (LUMS) concluded its first formal Introduction to Sanskrit course, marking the first time a university in Pakistan has offered Sanskrit as a credited academic subject since the 1947 Partition. pic.twitter.com/St6HIexIwW
— Secular Pakistani (@ex_muslim) December 13, 2025
આ પહેલ એક ત્રણ મહિનાની વીકએન્ડ વર્કશોપની સફળતા બાદ શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્વાનોએ સારો એવો રસ દાખવ્યો હતો. આ કોર્સના ભાગરૂપે, વિદ્યાર્થીઓને મહાભારત ટીવી શ્રેણીના આઇકોનિક થીમ ગીત ‘હૈ કથા સંગ્રામ કી’ના ઉર્દૂ ભાષાંતરણથી પણ પરિચિત કરવામાં આવી રહ્યા છે.
🚨 Sanskrit has returned to classrooms in Pakistan, with LUMS introducing a course for the first time since Partition. pic.twitter.com/v6fl63ilY0
— Indian Tech & Infra (@IndianTechGuide) December 11, 2025
ગુરમાની સેન્ટરના ડિરેક્ટર ડૉ. અલી ઉસ્માન કાસમીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં પંજાબ યુનિવર્સિટીની લાઇબ્રેરી ખાતે સંસ્કૃતના સૌથી સમૃદ્ધ છતાં સૌથી વધુ ઉપેક્ષિત આર્કાઇવ્સ (દસ્તાવેજી સંગ્રહ) પૈકી એક છે. LUMS દ્વારા શરૂ કરાયેલો આ કોર્સ પાકિસ્તાનના શૈક્ષણિક ક્ષેત્રમાં સંસ્કૃત ભાષા અને તેના વારસાને પુનર્જીવિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
આ પણ વાંચોઃ Shivraj Patil Died: પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, રાજકારણમાં શોકનો માહોલ

