Shivraj Patil Died

Shivraj Patil Died: પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, રાજકારણમાં શોકનો માહોલ

નવી દિલ્હી, 12 ડિસેમ્બરઃ Shivraj Patil Died: કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું શુક્રવારે લાતૂરમાં 90 વર્ષની વયે નિધન થઇ ગયું. તેમણે સવારે લગભગ 6:30 વાગ્યે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. તે લાંબા સમયથી બીમાર હતા અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી.

શિવરાજ પાટિલે તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં અનેક મહત્ત્વના પદો સંભાળ્યા હતા જેમાં તે લોકસભા સ્પીકર અને કેન્દ્રીય કેબિનેટમાં અનેક મહત્ત્વપૂર્ણ પદો સંભાળી ચૂક્યા હતા. પાટિલ લાતૂર લોકસભા બેઠકથી સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

આ પણ વાંચોઃ Prayer Meet: અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીએ દિલ્હી ખાતે પતિ ધર્મેન્દ્ર માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું, કહ્યું- એક સપનું અધુરુ રહી ગયું…

તેમના નિધન બાદ સમગ્ર મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે પાટિલને ભારતીય રાજકારણમાં એક શાંતિ, સંયત અને ખૂબ જ મહેનતી નેતા તરીકે જોવામાં આવતા હતા.

ઉલ્લેખનીય છે કે, શિવરાજ પાટિલ 1991 થી 1996 સુધી લોકસભા સ્પીકર રહ્યા. 2004ની ચૂંટણી હાર્યા બાદ તેમને કેન્દ્રમાં ગૃહમંત્રી બનાવાયા હતા. પણ 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારતા રાજીનામું આપી દીધું હતું. પછી તેમને પંજાબના ગવર્નર અને ચંડીગઢના વહીવટી અધિકારી બનાવાયા હતા જ્યાં તેમણે 2010 થી 2015 સુધી સેવા આપી હતી.

આ પણ વાંચોઃ SIR Deadline extended: ચૂંટણી પંચે ગુજરાત, મપ્ર , તમિલનાડુ અને ઉપ્ર સહિત કુલ છ રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા મુદત લંબવાઇ