નવી દિલ્હી, 09 ડિસેમ્બરઃ IndiGo Crisis: ઇન્ડિગો એરલાઇન્સમાં તાજેતરમાં ફ્લાઇટ્સ રદ થવા અને તેમાં વિલંબ થવાના પગલે મુસાફરોને પડેલી હાલાકીને સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધી છે. ઉડ્ડયન મંત્રાલય હવે એક્શન મોડમાં આવી ગયું છે અને માત્ર ફ્લાઇટ્સ ઘટાડવાનો જ નહીં, પરંતુ એરલાઇન પર 1,000 કરોડ રૂપિયા સુધીનો આકરો દંડ લાદવા અંગે પણ વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલો છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) ની વધતી કડકતા વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)એ ઇન્ડિગોના વિન્ટર શેડ્યૂલમાં કરેલા વધારાને તાત્કાલિક ઘટાડવાનો આદેશ આપ્યો છે. મંત્રાલયે ઇન્ડિગોની કુલ ફ્લાઇટ ઓપરેશન્સમાં 5 ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપી દીધો છે. આ નિર્ણય એરલાઇનને તેની આંતરિક વ્યવસ્થા સુધારવા માટે ફરજ પાડશે.
Taking note of unreasonable surge in fares due to disruptions in flight operations of Indigo, Ministry of Civil Aviation has directed all airlines to maintain strict adherence to prescribed fare caps.
The airlines shall extend maximum possible support to affected passengers,… pic.twitter.com/Sm16ytYG49
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) December 6, 2025
આ પણ વાંચોઃ Smriti Palash: સ્મૃતિ અને પલાશે રિલેશનનો અંત કર્યો, સાથે જ ઈન્સ્ટામાંથી એકબીજાને કર્યા અનફોલો
એક અહેવાલ અનુસાર, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઇન્ડિગો દ્વારા ફ્લાઇટ રદ અને વિલંબના મૂળ કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક સંસદીય સમિતિની રચના કરી શકે છે. આ સમિતિ સમગ્ર સંકટની તપાસ કરશે અને એરલાઇન સામે સંભવિત દંડાત્મક કાર્યવાહીની ભલામણ પણ કરી શકે છે. સરકાર કાયદેસરની તપાસમાંથી પસાર થઈ શકે તેવા તમામ પાસાઓ પર વિચાર કરી રહી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર માને છે કે ઇન્ડિગોએ મુસાફરોના હિતને નજરઅંદાજ કર્યો છે, જેના કારણે આટલો મોટો દંડ લગાવવો જરૂરી બની ગયો છે.
We’d like to inform you that refunds for flights cancelled between 3rd December 2025 and 15th December 2025 are already being processed.
In case your plans have changed due to the disruption, we are also offering a full waiver on change and cancellation requests for all…
— IndiGo (@IndiGo6E) December 8, 2025
ઇન્ડિગોની આ કટોકટી હજુ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી, જેના કારણે મુસાફરોમાં હડકંપ છે. માત્ર એક જ અઠવાડિયામાં 4,500થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે. મંગળવારે પણ 500થી વધુ ફ્લાઇટ્સ રદ થયોના અહેવાલ છે. આ સંકટને કારણે એરલાઇન્સે અત્યાર સુધીમાં મુસાફરોને 745 કરોડ રૂપિયાના ટિકિટ રિફંડ (ઇન્ડિગો ટિકિટ રિફંડ) જાહેર કરવા પડ્યા છે.
આ પણ વાંચોઃ Goa Night Club Fire: ગોવા નાઈટ ક્લબમાં આગ કેવી રીતે લાગી ? CM એ કર્યો મોટો ખુલાસો- વાંચો વિગત

