ગાંધીનગર, 03 ડિસેમ્બરઃ Kutch Ranotsav 2025: ગુજરાતનો વિશ્વપ્રસિદ્ધ ‘કચ્છ રણોત્સવ’ ફરી એકવાર શરૂ થઈ ગયો છે. આ વખતના રણોત્સવની શરૂઆતની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે સોશ્યલ મીડિયા પર એક ભાવુક અને આમંત્રિત પોસ્ટ કરીને કરી છે, જેનાથી લાખો લોકોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. મુખ્યમંત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે: “આખી દુનિયા જેની રાહ જોવે છે એ રણોત્સવ આવી ચૂક્યો છે. હું તો આવતીકાલે ધોરડો જઈ રહ્યો છું. તમે પણ આવશો ને?”
આખી દુનિયા જેની રાહ જોવે છે એ રણોત્સવ આવી ચૂક્યો છે. હું તો આવતીકાલે ધોરડો જઈ રહ્યો છું. તમે પણ આવશો ને’?
ક્ષિતિજે દૂર દૂર સુધી નજર કરીએ ત્યાં સુધી અફાટ સફેદ રણ..
ધોરડોની ધરતીમાં અજબ ખુમાર છે..
તેની હવામાં જાણે અલખનો પોકાર છે.રણોત્સવમાં કચ્છી ભૂંગામાં રહેવાનો અનુભવ પણ છે, અને… pic.twitter.com/UXks41EOIl
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 3, 2025
ગુજરાતના મુખ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલે હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને કચ્છ રણોત્સવ 2025-26ની માહિતી આપી છે. તેમણે કચ્છના સફેદ રણની સુંદરતા અને રણોત્સવના વિવિધ આકર્ષણોનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે: “ક્ષિતિજે દૂર દૂર સુધી નજર કરીએ ત્યાં સુધી અફાટ સફેદ રણ.. ધોરડોની ધરતીમાં અજબ ખુમાર છે.. તેની હવામાં જાણે અલખનો પોકાર છે.
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘રણોત્સવમાં કચ્છી ભૂંગામાં રહેવાનો અનુભવ પણ છે, અને ભાતીગળ કલાનો ખજાનો પણ.. અહીં પરંપરાગત ભોજનનો રસથાળ પણ છે.. અને એડવેન્ચર એક્ટિવિટીઝની થ્રિલ પણ છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, કિડ્સ પ્લે એરિયા જેવા આકર્ષણો પણ છે.”
Every visit to the Rann feels like discovering a new world and this winter promises its most mesmerizing side. So pack your bags and catch the magic.
23rd Nov 2025 – 20th Feb 2026 | Dhordo, Kutch, Gujarat#RannUtsav #WhiteRann #RannOfKutch #GujaratTourism #GorgeousGujarat pic.twitter.com/Wy3SLLuFGY
— Gujarat Tourism (@GujaratTourism) December 2, 2025
મુખ્યમંત્રીએ ટ્વીટમાં કચ્છની આસપાસનાં પ્રવાસી સ્થળોનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમ કે ધોળાવીરા, રોડ થ્રુ હેવન, લખપત, માતાનો મઢ, નારાયણ સરોવર, કાળો ડુંગર, સ્મૃતિવન અને માંડવી – આ બધાં સ્થળો કચ્છની યાત્રાને જીવનભરની યાદ બનાવી દે છે. તેમણે આપેલી માહિતી અનુસાર આ વર્ષનો રણોત્સવ 20 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે, જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ દેશ-વિદેશના પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ Gujarat Police Recruitment: ગુજરાત પોલીસમાં 13591 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત, વાંચો આ વિશેની તમામ વિગત

