Unseasonal Rain

Unseasonal Rain: ગુજરાતભરમાં કમોસમી વરસાદનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં ખાબક્યો વરસાદ

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ Unseasonal Rain: ગુજરાતભરમાં કમોસમી વરસાદનો કહેર યથાવત છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તેમાંથી સૌથી વધારે વરસાદ ભાવનગરના મહુવામાં 3.19 ઈંચ ખાબક્યો છે. તેમજ તળાજામાં 3.03 ઈંચતો હાંસોટમાં 2.83 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુબિરમાં 2.32 ઈંચ તો ગાંધીનગરમાં 2.17 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ક્વાંટમાં 2.13 ઈંચ વરસાદ ખાબક્યો છે. 36 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચોઃ Women’s World Cup 2025: ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયા સામે બીજી સેમિફાઇનલમાં 5 વિકેટથી જીત મેળવી, જેમિમા થઈ ભાવુક

સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે. શિયાળાની શરુઆત પહેલા જ માવઠું પડતા તૈયાર પાક પણ બગડી ગયો છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે 4થી 8 નવેમ્બરે ફરીથી વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. હાલના વાતાવરણ 2 નવેમ્બર સુધી યથાવત રહેશે.

અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા વરસાદ આવશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પશ્ચિમ, દક્ષિણ ભાગમાં તેમજ પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદના એંધાણ જોવા મળ્યા છે. ગીર સોમનાથ, વેરાવળમાં પણ ભારે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે. તો 2 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં અતિભારેની શક્યતા છે.

આ પણ વાંચોઃ Railway Bharti: રેલવેમાં સરકારી નોકરીનું સપનું જોઈ રહેલા 12 પાસ યુવાનો માટે ખુશ ખબર, 3058 જગ્યા પર થઇ રહી છે બમ્પર ભરતી