Rain In Garba

Rain Forecast: ખેલૈયાઓ માટે માઠા સમાચાર, વરસાદથી ગરબામાં આવી શકે વિઘ્ન- જાણો હવામાન વિભાગની આગાહી વિશે…

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ Rain Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદના એંધાણ છે. જ્યારે તાપી, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે કે જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ વરસાદી રમઝટની શક્યતા સેવવામાં આવી રહી છે. જ્યારે કે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હજુ પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં પવનની ગતિ 30થી 35 કિમી પ્રતિ કલાકની રહેશે. એક તરફ ચોમાસાની વિદાય થઈ રહી છે, ત્યારે મેઘરાજા જતા જતાં પણ વરસી રહ્યા છે. ભારે વરસાદને લઈ ગરબામાં પણ વિઘ્ન સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ Agni Prime: નવરાત્રી દરમિયાન સેનાની શક્તિમાં થયો વધારો, ભારતે અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

નવરાત્રીના અંતિમ દિવસોમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે. અંબાલાલ પટેલનો દાવો છે કે 25 સપ્ટેમ્બરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. જ્યારે કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે. અંબાલાલનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાતમાં 4થી 6 ઇંચ વરસાદ પડી શકે છે.

જ્યારે સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન સેવ્યું છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના મેહસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદનો અંબાલાલ પટેલે વરતારો રજૂ કર્યો છે.

આ પણ વાંચોઃ Navratri 2025: વડોદરામાં યુનાઈટેડ વે ખાતે ખેલૈયાઓએ ગરબા બંધ કર્યા, હાય-હાયના લગાવ્યા નારા- જુઓ વીડિયો