અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃ Rain Alart: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 5 દિવસ રાજ્યમાં 30થી40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે તથા વીજળીના કડાકા સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 5 દિવસ રાજ્યમાં 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેટલાંક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. તો અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) September 19, 2025
આ પણ વાંચોઃ Kinjal Dave: કિંજલ દવેને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત, નવરાત્રી ફરી સાંભળવા મળશે ‘ચાર ચાર બંગડીવાળી…’ ગીત
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રિની શરુઆતમાં હવામાનમાં પલટો આવી શકે છે. આગામી 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
આ જિલ્લામાં અપાયું યલો એલર્ટ:
સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ
ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ
વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા,
સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ
સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, દ્વારકા
અમરેલી, રાજકોટ, ગીરસોમનાથ, જામનગર, જૂનાગઢ
આ પણ વાંચોઃ Firing: અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટમાં ફાયરિંગ,ત્રણ પોલીસ અધિકારીઓના મોત નિપજ્યા- જુઓ વીડિયો

