Narendra Modi

Happy Birtday PM: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, મતભેદ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે PMને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બરઃ Happy Birtday PM: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદના મણિનગરમાં ફૂલોથી ભારતનો નકશો બનાવીને અને ગરબા રમીને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને કાઉન્સિલર કરણ ભટ્ટ પણ હાજર રહ્યા હતા. ભાજપના અમુલ ભટ્ટે કહ્યું કે, અમે ભારતના નકશા પર ‘નમોત્સવ’ લખીને અને ગરબા રમીને પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવી રહ્યા છીએ. આ પ્રસંગે દેશભરમાં ઘણા સેવાકીય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. વડાપ્રધાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી. અમેરિકાના રાષ્ટ્રપતિએ PMને ફોન કર્યો. ટ્રમ્પ સાથેની વાતચીત બાદ PMની ‘X’ પોસ્ટ. ધન્યવાદ મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ: PM મોદી

આ પણ વાંચોઃ 3 Rotis: શું તમે જાણો છે કે થાળીમાં એક સાથે 3 રોટલી કેમ પીરસવામાં આવતી નથી?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે, લોકોએ સૌથી મોટો ત્રિરંગો ફરકાવ્યો અને ખાસ કાપડમાંથી પ્રધાનમંત્રીનું એક વિશાળ પોસ્ટર બનાવ્યું. ત્રિરંગો અને પોસ્ટર બનાવનાર પ્રવીણ ગુપ્તા કહે છે કે પ્રધાનમંત્રી મોદીના પોસ્ટર સાથે ત્રિરંગો તેમના ‘દરેક ઘરમાં તિરંગા’ અભિયાન માટે છે, જે રાષ્ટ્રધ્વજ પ્રત્યેના તેમના પ્રેમને પ્રતિબિંબિત કરે છે. 20 લોકોની ટીમે આ પોસ્ટર બનાવવામાં 15 થી 20 દિવસ ગાળ્યા. પોસ્ટરની આસપાસ એક પટ્ટો છે, જેનાથી 54 લોકો તેને સરળતાથી પકડી શકે છે. અમે સુરત અને સમગ્ર દેશ વતી મોદીને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવીએ છીએ.

PM મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. ભારત સહિત 75 દેશમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ. 7,500થી વધુ રક્તદાન કેમ્પ દ્વારા વર્લ્ડ રેકોર્ડ રચવાનો પ્રયાસ છે. 4 હજાર બ્લડ બેન્ક, 5 હજાર ડૉક્ટર, 25 હજાર લેબ ટેક્નિશિયન યોગદાન આપશે. મધ્ય પ્રદેશમાં PM મોદી ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનની શરૂઆત કરાવશે. 2 ઑક્ટોબર સુધી દેશમાં સેવા પખવાડિયાની ઉજવણી થશે. સ્વચ્છતા અભિયાન, એક વૃક્ષ માતાને નામ સહિતના કાર્યક્રમો હાથ ધરાશે. દેશમાં 15 કરોડ વૃક્ષ લગાવવાનું લક્ષ્યાંક છે.

આ પણ વાંચોઃ Yusuf Pathan: ક્રિકેટર યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટનો મોટો ઝટકો, જાણો શું છે મામલો?