Sushila Karki

Nepal first female PM: નેપાળને મળ્યા પહેલા મહિલા વડાપ્રધાન સુશીલા કાર્કી, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ તેમને શપથ લેવડાવશે

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બરઃ Nepal first female PM: સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ તેમને શપથ લેવડાવશે. કુલમન ઘીસિંગનું નામ પણ વચગાળાના પ્રધાનમંત્રી પદની રેસમાં હતું. કાર્કી નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. તેમણે ભ્રષ્ટાચાર સામે ઘણા નિર્ણયો લીધા અને યુવાનોમાં લોકપ્રિય બન્યા. તેઓ ભારત સાથે સારા સંબંધોના પક્ષમાં છે અને તેમણે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી છે.

નેપાળ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ તેમને શપથ લેવડાવશે. તેમના નામ પર જનરલ-ઝેડ સમર્થકોમાં સર્વસંમતિ છે. કાઠમંડુના મેયર અને વડા પ્રધાન પદના ઉમેદવાર બાલેન શાહે પણ કાર્કીને ટેકો આપ્યો હતો. કુલમન ઘીસિંગનું નામ પણ વચગાળાના પ્રધાનમંત્રી પદની રેસમાં હતું. ઘીસિંગ નેપાળ વીજળી બોર્ડમાં રહ્યા છે.

આ પણ વાંચોઃ New Vice President: દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી. પી. રાધાકૃષ્ણન, આજે રાષ્ટપતિની હાજરી લીધા શપથ

સુશીલા કાર્કી છેલ્લા ઘણા વર્ષોથી નેપાળમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોનો ચહેરો રહ્યા છે. ચીફ જસ્ટિસ રહીને, તેમણે નેપાળ સરકારના ભ્રષ્ટાચાર સામે ઘણા નિર્ણયો લીધા હતા. આ પગલાંને કારણે, તેઓ નેપાળના જનરલ ઝેડમાં લોકપ્રિય બન્યા.

73 વર્ષીય સુશીલા નેપાળના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ પણ રહી છે. તેમનો જન્મ ૭ જૂન ૧૯૫૨ ના રોજ નેપાળના બિરાટનગરમાં થયો હતો. 11 જુલાઈ 2016 ના રોજ તેઓ નેપાળ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. જોકે, કાર્કી લગભગ 1 વર્ષ સુધી આ પદ પર રહ્યા. આ પછી, ૩૦ એપ્રિલ ૨૦૧૭ ના રોજ તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. આ પછી, તેમને ચીફ જસ્ટિસ પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.

આ પણ વાંચોઃ The Gujarat Clinical Establishment: રજીસ્ટ્રેશન વિના ચાલતી ચિકિત્સા સંસ્થાને રુ. 5 લાખ સુધીના થશે દંડ