ગાંધીનગર, 09 સપ્ટેમ્બરઃ TA Recruitment-2024: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2025ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-2024 અંતર્ગત કુલ-286 ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે.
બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ વેઈટિંગ બાબતે pic.twitter.com/PLDmzIBQcH
— Hiren (@hdraval93) September 9, 2025
આ પણ વાંચોઃ Accident: વડોદરામાં નાઈટ શિફ્ટ બાદ યુવતીઓ સાથે અકસ્માત, મહિલા સુરક્ષા પર ફરી ચર્ચા
જ્યારે તારીખ 9 સપ્ટેમ્બર 2025ના રોજ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-2024 અંતર્ગત કુલ-532 ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ https://gserc.in/ પર જાહેર કરવામાં આવ્યું છે.
ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત નિપજ્યુ

