Nepal Gen Z Protest

Nepal Gen-Z Protest: નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ, યુવાનો સંસદમાં ઘૂસ્યા, ફાયરિંગમાં નવના મોત

નવી દિલ્હી, 08 સપ્ટેમ્બરઃ Nepal Gen-Z Protest: નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો વિરોધ કરતાં મોટાપાયે Gen-Z દેખાવો થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં Gen-Z યુવાનો અને યુવતીઓ રસ્તા પર ઉતર્યા છે. તેઓ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પાછો ખેંચવાની માગ સાથે સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા.

આ પણ વાંચોઃ Chandra Grahan 2025: આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ સાથે સૂતકકાળ શરુ, જાણો ગ્રહણનું રાશિફળ

આંદોલનકારીઓનું આ આંદોલન ઉગ્ર ન બને તે હેતુ સાથે વહીવટીતંત્રે વિસ્તારમાં કરફ્યુનો આદેશ આપ્યો હતો પરંતુ સ્થિતિ વણસતાં યુવાનો સંસદમાં ઘૂસ્યા જેના પગલે સુરક્ષાદળોએ તેમને રોકવાના પ્રયાસ રૂપે ફાયરિંગ કર્યું તો મામલો બીચક્યો. જેમાં 9 વિદ્યાર્થીના મોત, જ્યારે 80થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

નેપાળની ઓલી સરકારે ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, અને X સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધા બાદ મોટાપાયે આંદોલનકારીઓ Gen-Z આંદોલન સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.

આ પણ વાંચોઃ Bhadarvi Poonam: અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં માઈભક્તો આવી લીધા મા અંબાના આશીર્વાદ, જુઓ વીડિયો