Building Collapse In Virar

Building collapse: મુંબઈના વિરારમાં ઈમારત ધરાશાયી થઇ, અત્યાર સુધી આ દુર્ઘટનામાં 17 લોકોના મોત નીપજ્યા- રેસક્યુ ઓપરેશન યથાવાત

મુંબઇ, 28 ઓગષ્ટઃ Building collapse: મુંબઈના વિરારમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક વધી ગયો છે. અત્યાર સુધીમાં 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે અને શોધખોળ હજુ પણ ચાલુ છે. NDRF, વિરાર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની 2 ટીમો ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે.

આ પણ વાંચોઃ News For Farmer: ગુજરાતના ખેડૂતો ટેકાના ભાવે વેચાણ માટે 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી શકશે- વાંચો કામની ખબર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં એક ચોંકાવનારી ઘટના બની. બુધવારે એક ગેરકાયદેસર ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો. આ અકસ્માતમાં માતા-પુત્રી સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા.

રાહત અને બચાવ કામગીરી હજુ પણ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘટના બુધવારે રાત્રે 12:05 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે રમાબાઈ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઇમારત 2012 માં બનાવવામાં આવી હતી પરંતુ તે સંપૂર્ણપણે ગેરકાયદેસર હતી.

આ પણ વાંચોઃ LC Applications: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વિદ્યાર્થીઓના LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી, વાંચો વિગત