Seventh Day School

LC Applications: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વિદ્યાર્થીઓના LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી, વાંચો વિગત

અમદાવાદ, 28 ઓગષ્ટઃ LC Applications: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના ચકચારી કિસ્સા બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે છેલ્લા ત્રણ દિવસમાં 100થી વધુ વાલીઓએ પોતાના બાળકોનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) કઢાવવા માટે અરજી કરી છે. વાલીઓની મુખ્ય ચિંતા તેમના બાળકોની સુરક્ષા અને તેમના શિક્ષણની છે.

આ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે વિદ્યાર્થીઓનું ભણતર ખોરવાય નહીં તે માટે એક વચગાળાનું આયોજન કર્યું છે. DEO કચેરીના ચાર અધિકારીઓની એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે અને તેમને સ્કૂલમાં જ તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Rishi Panchami 2025: આવતીકાલે ઋષિ પાંચમ, માસિક ધર્મમાં થયેલા પાપોથી મુક્તિ મળતી હોવાની આ વ્રતની છે માન્યતા

આ ટીમનું મુખ્ય કાર્ય વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું અને જે વાલીઓ પોતાના બાળકોનો પ્રવેશ રદ કરાવીને અન્ય કોઈ સ્કૂલમાં દાખલ કરવા ઈચ્છે છે, તેમને જરૂરી માર્ગદર્શન અને મદદ પૂરી પાડવાનું છે. આ પગલાંથી વાલીઓને સરળતાથી LC મળી રહે અને તેમના બાળકોના ભવિષ્ય પર કોઈ નકારાત્મક અસર ન પડે તેની ખાતરી આપવામાં આવી છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, હાલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) વિના પણ વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રોવિઝનલ એડમિશન આપીને તેમનો અભ્યાસ શરૂ કરાવી દેવામાં આવશે. DEO દ્વારા મણિનગર અને તેની આસપાસની શાળાઓને આ અંગે સૂચના પણ આપવામાં આવી છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ આપે.

આ પણ વાંચોઃ Tariff on India Exports: અમેરિકાએ આજથી ભારત પર લાગુ કર્યો 50% નો ભારે ભરકમ ટેરિફ, જાણો કોને થશે વધુ અસર?