મનોરંજન ડેસ્ક, 25 ઓગષ્ટઃ Good News: બોલિવૂડ એકટ્રસ પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ પતિ રાઘવ ચઢ્ઢા બંને જલદી માતા-પિતા બનવા જઇ રહ્યા છે. બંનેએ પહેલા બાળકનું સ્વાગત કરવાની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. કપલે ચાહકોને આ સારા સમાચાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આપ્યા હતા.
કપલે ઇન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં એક કેકની તસવીર શેર હતી અને તેના પર ‘1+1+3’ લખ્યું હતું. આ ઉપરાંત કેક પર નવજાત શિશુના પગની નિશાની પણ છે. આ વીડિયોમાં જોવા મળે છે કે બંનેએ એક પાર્કમાં વૉક કરી રહ્યા છે. આ વીડિયો જોઈને ચાહકોએ તેમને અભિનંદન પાઠવવાનું શરૂ કર્યું છે. ત્યારે આ પોસ્ટ જોઈ બોલિવૂડના અન્ય કલાકારો અને રાજકારણથી જોડાયેલા દિગ્ગજોએ પણ વધામણા આપી રહ્યા છે.
View this post on Instagram
બંનેએ પોસ્ટ શેર કરતાં કેપ્ટશન લખ્યું હતું, ‘ હમારા છોટા સા બ્રહ્માંડ.. આગે બઢ રહા હૈ, ઢેર સારા આશીર્વાદ.’ પોસ્ટ શેર કરતાં એક્ટ્રેસ હુમા કુરૈશીએ લખ્યું- ‘બધાઈ હો’. સોનમ કપૂરે લખ્યું, ‘બધાઈ હો ડાર્લિંગ’. ભૂમિ પેડનેકરે પણ વધામણાં આપ્યા.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, રાઘવ અને પરિણીતિ ચોપરાએ 2023માં ડેટિંગ શરૂ કરી હતી, પણ તેમણે ત્યારે આ સંબંધ વિશે સત્તાવાર રીતે વાત નહોતી કરી. ત્યારે મે 2023માં નવી દિલ્હીના કપૂરથલા હાઉસમાં બંનેએ સગાઈ કરી આ સંબંધને સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી. ત્યારબાદ તેમણે વર્ષ 2023ના સપ્ટેમ્બર મહિનામાં રાજસ્થાનના ઉદયપુરમાં પારંપારિક હિન્દુ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા.
આ પણ વાંચોઃ Weather Update: ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા કેવું રહેશે વાતાવરણ?

