Seventh Day School

Student Confesses: સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થિની હત્યાબાદ ચેટમાં આરોપી વિદ્યાર્થીએ છરી મારી હોવાનો સ્વીકાર કર્યો, વાંચો વિગત

અમદાવાદ, 21 ઓગષ્ટઃ Student Confesses: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થિની હત્યાબાદ સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ સર્જાયો છે. ત્યારબાદ સમગ્ર ઘટનામાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. આરોપી કિશોરની એક સોશિયલ મીડિયાની ચેટ સામે આવી છે. આરોપી કિશોરે ઘટનાને અંજામ આપ્યા પછી સોશિયલ મીડિયા પર તેના મિત્રો સાથે ચેટ કરી હતી. હુમલા બાદ આરોપીને કોઈ પણ પસ્તાવો ન હોય તેમ છરી માર્યાનો સ્વીકાર કર્યો છે. ચેટમાં આરોપી વિદ્યાર્થીએ છરી મારી હોવાનો સ્વીકાર કર્યો છે. આરોપીએ તેના મિત્રને મેસેજમાં કહ્યું કે જઈને કહી દે કે મેં માર્યો છે.કૃત્યનો અફસોસ ન હોય તેમ કહ્યું, “જે થઇ ગયું એ થઇ ગયું” ચેટ સામે આવતા હત્યા કરનાર કિશોરની માનસિકતા છતી થઈ છે.

આ પણ વાંચોઃ Rain in Saurashtra: સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા જળબંબાકાર, 7 માછીમારો ગુમ, 18ને રેસ્ક્યુ કરાયા- વાંચો વિગત

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. ઘટનાના વિરોધમાં આજે પૂર્વ વિસ્તારમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ શહેરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મણિનગરમાં સિંધી માર્કેટમાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓનો વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે જવાબદારો સામે અને શાળા સામે પણ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. રેલી કાઢી વેપારીઓએ તેમનો વિરોધ દર્શાવ્યો છે. ચાલુ કરાયેલી દુકાનોને પણ અન્ય વેપારીઓ દ્વારા બંધ કરાઈ છે.

સેવન્થ ડે સ્કૂલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરાશે. તેમજ DEOએ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા સૂચના આપી છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ આપવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે તમામ શાળાઓમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Student died: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીની હત્યા, પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમ યાત્રા- જાણો શું છે મામલો?