સ્પોર્ટ્સ ડેસ્ક, 19 ઓગષ્ટઃ Asia Cup 2025: યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે મંગળવારે (19મી ઓગસ્ટ) ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં ઘણાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક યોજાયા બાદ એશિયા કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. ટીમમાં શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવાયો છે, તો રિંકુ સિંહ પર પણ વિશ્વાસ મૂકી ટીમમાં સમાવેશ કરાયો છે. આ સિવાય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો છે.
🚨 #TeamIndia‘s squad for the #AsiaCup 2025 🔽
Surya Kumar Yadav (C), Shubman Gill (VC), Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Shivam Dube, Axar Patel, Jitesh Sharma (WK), Jasprit Bumrah, Arshdeep Singh, Varun Chakaravarthy, Kuldeep Yadav, Sanju Samson (WK), Harshit Rana,…
— BCCI (@BCCI) August 19, 2025
આ પણ વાંચોઃ Asaram Case: આશારામને ચોથી વખત મળ્યા હંગામી જામીન, હવે આ તારીખે થશે અગામી સુનવણી- વાંચો વિગત
એશિયા કપ-2025 ક્રિકેટ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. જ્યારે ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ ટુર્નામેન્ટ યુએઈના બે શહેરો અબુ ધાબી અને દુબઈમાં ટી20 ફોર્મેટ આધારે રમાશે. ગ્રૂપની વાત કરીએ તો ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈનો સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે.
એશિયા કપમાં પહેલા ગ્રૂપ સ્ટેજની મેચો રમાશે, ત્યારબાદ સુપર-4 સ્ટેજની અને પછી ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ ગ્રૂપ મેચોમાં કુલ ત્રણ મેચો રમશે, જેમાં પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે યુએઈ સામે દુબઈમાં, ત્યારબાદ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ દુબઈમાં અને પછી 19 સપ્ટેમ્બરે ઓમાન વિરુદ્ધ અબૂધાબીમાં મેચ રમશે. એશિયા કપમાં બંને ગ્રૂપમાં ટોપ પર રહેનારી બે-બે ટીમો સુપર-4 સ્ટેજમાં પહોંચશે, ત્યારબાદ સુપર-4 સ્ટેજની ટોપ-2 ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
The most awaited Indian squad for the Asia Cup 2025 is out! 🇮🇳📜
BCCI announced their 15-member squad with Suryakumar Yadav leading the side in UAE. 🏆🎯#India #SuryakumarYadav #T20Is #Sportskeeda pic.twitter.com/D5YLBugQIf
— Sportskeeda (@Sportskeeda) August 19, 2025
ટુર્નામેન્ટ આયોજન પણ UAEમાં એટલે થઈ રહ્યું છે, કારણકે પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિના કારણે બંને દેશોએ 2027 સુધી માત્ર બીજા દેશમાં રમવા પર સહમતી વ્યક્ત કરી છે. આ વર્ષે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાને જ કર્યું હતું, પરંતુ ભારતે બધી મેચો દુબઈમાં રમી હતી અને ચેમ્પિયનશિપનું ટાઇટલ હાંસલ કર્યું હતું.

