મનોરંજન ડેસ્ક, 01 ઓગષ્ટઃ Bigg Boss 19: ટીવીની દુનિયાનો સૌથી પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ પોતાની નવી સીઝનની સાથે પરત આવી રહ્યો છે. જિયો હોટસ્ટારે ગુરુવારના રોજ બિગ બોસ 19નો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં સલમાન ખાન નેતાના રુપમાં ઘરવાળાઓની સરકાર બનાવતો જોવા મળી રહ્યો છે. 24 ઓગસ્ટથી આ રિયાલિટી શો શરુ થઈ રહ્યો છે.
View this post on Instagram
બિગ બોસ 19ના સ્પર્ધકના નામનો હજુ પણ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ 24 ઓઘસ્ટના રોજ ફરી એક વખત બિગ બોસની ધમાલ શરુ થશે. આ વખતે બિગ બોસની 19મી સીઝન છે. આ વખતે સલમાન ખાને પણ પ્રોમોમાં ફુલ નેતાના કોસ્ટ્યુમ પહેરેલા છે અને ઘરના લોકોની સરકાર બનાવતો જોવા મળી રહ્યોછે.
આ પણ વાંચોઃ MP Prajwal Revanna: જનતા દળના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જાણો શું છે મામલો?
View this post on Instagram
ગુરુવારના રોજ હોટસ્ટારે આ પ્રોમો રિલીઝ કર્યો છે. આ વખતે નવા લોકોની સાથે નવી ફ્લેવરમાં બિગ બોસ 19 જોવા મળશે. ચાહકો પણ આ રિયાલિટી શોની રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે, આ સીઝનમાં ક્યાં ક્યાં સ્પર્ધકો પોતાનો જલવો દેખાડતા જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા બિગ બોસની 18મી સીઝન પણ ખુબ હિટ રહી હતી. અંદાજે 90 દિવસથી વધારે સમય સુધી ચાલનાર આ શોમાં ટીવી સ્ટાર કરણવીર મહેરા વિજેતા જાહેર થયો હતો. તેની સાથે વિવિયન ડીસેના થી લઈ શિલ્પા શિરોડકર જેવા કલાકારો અંત સુધી જોવા મળ્યા હતા. ગત્ત સીઝન ખુબ મજેદાર રહી હતી. અને ખુબ ઝગડા જોવા મળ્યા હતા. શોમાં કરણવીર મેહરા અને અન્ય સ્પર્ધક ચુમ દરાંગ વચ્ચે પણ લવ સ્ટોરીની ખુબ ચર્ચાઓ થઈ હતી. બંન્ને શો બાદ હંમેશા સાથે જોવા મળે છે.
આ પણ વાંચોઃ 8th pay commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વની વાત, સંસદમાં સરકારે 8મા પગાર પંચ આપી વિશે જાણકારી

