અમદાવાદ, 23 જુલાઇઃ Cyber Fraud: રાજ્યના વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા RTO દ્વારા આપવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અધિકૃત વેબસાઈટના ‘e-challan’ પોર્ટલ https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જઈને જ ભરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Fake RTO E-Challan થી સાવધાન.
તમને SMS / WhatsApp અથવા mail દ્વારા મોકલાયેલી લિંક જેવી કે RTO Challan.apk આવી કોઈપણ પ્રકારની લિંક પર ક્લિક કરવું નહીં.#CyberSafety #call1930 #WhatsAppScam #GujaratPolice #CyberAwareness #ScamAlert #fakelink #fakeapk #fakerto @SafinHasan_IPS pic.twitter.com/KMcySP5TYq— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) July 18, 2025
વધુમાં, RTO દ્વારા આપવામાં આવતા વાહનના ચલણની ઓનલાઈન ભરપાઈ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલવામાં આવતી નથી. જો કોઈ સોશિયલ મીડિયા માધ્યમ, થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા અનઅધિકૃત મેસેજ મારફતે વાહનના ચલણ ભરવાની લિંક આવે તો તેને ઓપન ન કરવી.
FAKE RTO E- CHALLAN થી સાવધાન..#CyberSafety #call1930 #WhatsAppScam #CyberCrimeGujarat #GujaratPolice #StaySafeOnline #OnlineFraud #DigitalSafety #CyberAwareness #ScamAlert #bitcoin #fakelink #fakeapk #fakerto pic.twitter.com/04HT9FVUQI
— State Cyber Crime Cell, Gujarat. (@CyberGujarat) July 17, 2025
આમ, થોડી સાવધાની રાખવાથી સાયબર ફ્રોડનો ભોગ બનવાથી બચી શકાય છે, તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચોઃ Shravan Month: ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ, અન્ય રાજ્યોમાં આ તારીખથી થશે પ્રારંભ- જાણો આવુ કેમ?

