Heavy Rain 1

Rain Upadte: છેલ્લા 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ વરસ્યો, હજી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર- વાંચો વિગત

અમદાવાદ, 22 જુલાઇઃ Rain Upadte: હવામાન વિભાગની અને અંબાલાલ પટેલની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદે રમઝટ બોલાવી છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી સૌથી વધારે વરસાદ ખેડાના કપડવંજમાં નોંધાયો છે.

આ પણ વાંચોઃ Jagdeep Dhankhar Resign: ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ- વાંચો શું છે મામલો?

છેલ્લા 24 કલાકમાં ખેડાના કપડવંજમાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો છે.ત્યારે ભાવનગરના તળાજામાં 3.11 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ સાબરકાંઠાના તલોદમાં પણ 2.7 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ નવસારી અને વિસનગરમાં 2 ઈંચ વરસા પડ્યો છે. જ્યાં 22 તાલુકામાં 1 ઈંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો માહોલ જોવા મળશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Travel: લોંગ વીકેન્ડમાં ફરવા જવાનું વિચારો છો તો ગુજરાતની નજીક આવેલી 5 સુંદર જગ્યાઓ વિશે જાણી લો