અમદાવાદ, 16 જુલાઇઃ Monsoon 2025: રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ મહેર વરસાવી છે. કુલ 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 26 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 5 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.પાટણના સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) July 15, 2025
આ પણ વાંચોઃ Nil ITR File: ટેક્સ ચૂકવવાનો ન થતો હોય તો પણ ફાઇલ કરો ITR,જાણો શા માટે સાથે લાભ વિશે…
આ ઉપરાંત નર્મદાના ડેડિયાપાડામાં 2.68 ઇંચ વરસાદ વરસ્યો છે.તો વલસાડના કપરાડામાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સુરતના ઉમરપાડામાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ અને જાંબુઘોડામાં 1.77 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ વઘઈ, વાલિયા, પારડી અને પાટણ તાલુકાઓમાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) July 16, 2025
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જો કે 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાનું પણ અનુમાન છે. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે હાલ રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય હોવાના પગલે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

