મનોરંજન ડેસ્ક, 16 જુલાઇઃ Good News: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માતા-પિતા બની ગયા છે. કિયારાએ 15 જુલાઈ મંગળવારે રાત્રે મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો. સોમવારે કિયારાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની સામાન્ય ડિલિવરી થઈ હતી.
View this post on Instagram
કિયારા અડવાણી અને બાળક બંને સ્વસ્થ છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ બુધવારે તેની સત્તાવાર જાહેરાત કરી છે. એક પોસ્ટમાં દંપતીએ લખ્યું, ‘અમારા હૃદય ભરાઈ ગયા છે અને અમારી દુનિયા હંમેશા માટે બદલાઈ ગઈ છે. અમને પુત્રીનો આશીર્વાદ મળ્યો છે.’
ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ અને કિયારાએ ફિલ્મ શેરશાહમાં સાથે કામ કર્યું હતું. બંનેએ શૂટિંગ સેટ પર એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન 7 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા હતા.
View this post on Instagram
આ એક ઘનિષ્ઠ લગ્ન હતા, જેમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્નના એક વર્ષ પછી ફેબ્રુઆરી 2024માં આ દંપતીએ સુંદર રીતે આ ખુશખબર શેર કરી હતી. આ દંપતીએ નાના મોજાંની તસવીર સાથે લખ્યું હતું, અમારા જીવનની શ્રેષ્ઠ ભેટ ટૂંક સમયમાં આવી રહી છે.

