Dheeraj Kumar

Dheeraj Kumar: ફિલ્મ અને ટીવી જગતના જાણીતા ડિરેક્ટર ધીરજ કુમારનું નિધન, ઓમ નમઃ શિવાય, અદાલત જેવા અનેક શો દ્વારા મેળવી હતી પ્રસિદ્ધી

મનોરંજન ડેસ્ક, 15 જુલાઇઃ Dheeraj Kumar: ભારતીય ફિલ્મ અને ટીવી ઉદ્યોગના જાણીતા અભિનેતા અને નિર્માતા ધીરજ કુમારને સોમવારે મુંબઈના અંધેરી સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધીરજ કુમારને ન્યુમોનિયાનો ગંભીર ઇન્ફેકશન થઈ ગયું હતું અને તેના કારણે તેમની તબિયત ખૂબ જ નાજુક હતી અને તેમની બચાવી શકાયા નથી.

ધીરજ કુમારના પરિવારના જણાવ્યા અનુસાર, તેમને ન્યુમોનિયાના કારણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં ICUમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. આશા હતી કે તેઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફરશે, પરંતુ તમામ પ્રયાસો છતાં તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો નહીં. ધીરજ કુમારના પરિવારે આ મુશ્કેલ સમયમાં તેમની ગોપનીયતાનું ધ્યાન રાખવા વિનંતી કરી છે.

આ પણ વાંચોઃ Amrutiya vs Italia: અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા, જાણો શું છે મામલો?

તાજેતરમાં, ધીરજે નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં સ્થિત ઇસ્કોન મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે સનાતન ધર્મને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ સમય દરમિયાન, તેઓ એકદમ સ્વસ્થ દેખાતા હતા. તેમને જોઈને, કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે તેઓ આજે આપણી વચ્ચે નહીં હોય.

ઉલ્લેખનીય છે કે, ધીરજ કુમારે 1965માં એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેઓ એક ટેલેન્ટ શોના ફાઇનલિસ્ટ હતા, જેમાં સુભાષ ઘાઈ અને રાજેશ ખન્ના પણ તેમની સાથે હતા. રાજેશ ખન્ના તે શોના વિજેતા બન્યા હતા. તેમણે 1970 થી 1984 દરમિયાન 21 પંજાબી ફિલ્મોમાં પોતાનો જોરદાર અભિનય બતાવ્યો હતો. ત્યારબાદ તેમણે ‘હીરા પન્ના’, ‘રાતો કા રાજા’, ‘સરગમ’, ‘બહરૂપિયા’, ‘રોટી કપડા ઔર મકાન’ સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું.

ફિલ્મો ઉપરાંત, તેમણે ટેલિવિઝનની દુનિયામાં પણ ઉત્તમ કામ કર્યું છે. તેમણે દર્શકોને ‘ઓમ નમઃ શિવાય’, ‘કહાં ગયે વો લોગ’, ‘અદાલત’, ‘યે પ્યાર ના હોગા કમ’, ‘સિંહાસન બત્તીસી’ અને ‘માયકા’ જેવા લોકપ્રિય શો આપ્યા છે.

આ પણ વાંચોઃ Jethalal lost 16 kg Weight: કપિલ શર્મા, કરણ જોહર, રામ કપૂર બાદ જેઠાલાલે 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું – જાણો કેવી રીતે?