અમદાવાદમાં આજે 35 દીક્ષાર્થીએ એકસાથે સંયમનો માર્ગ અપનાવ્યો છે. 500 કરોડના આસામી ધર્મેશભાઇ અને તેમના પત્નિ, એક સગા ભાઇ-બહેન, યુવાનોનો દીક્ષાર્થીમાં સમાવેશ થાય છે. 10 મુમુક્ષુ 18 વર્ષથી નીચેની ઉંમરના છે. દરેક મુમુક્ષુએ રજોહરણ પ્રાપ્ત કરીને ઉત્સાહભેર નૃત્ય કર્યું હતું. આચાર્ય યોગતિલકસુરેશ્વરજી મહારાજ સાહેબના હસ્તે તમામે દીક્ષા ગ્રહણ કરી હતી. તમામે સાધુ અને સાધ્વી ભગવંતોના આશીર્વાદ લીધા હતા.

