વડોદરા નજીક 5 વાહન વચ્ચે ભયાનક અકસ્માત, 2ના મોત
વડોદરા હાલોલ રોડ પર 5 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. મળતી માહિતી પ્રમાણે બે ટ્રક વચ્ચે ટક્કર થતા બંને ટ્રકે પલટી મારી હતી. જેમાં અન્ય ત્રણ વાહનો ઇકો વાન, કિયા કાર અને ઓટો દટાયા હતા. જેથી ઇકો કારમાં રહેલા દંપતીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. તો કિયાની એરબેગ ખુલી જતા 6 લોકોનો બચાવ થયો છે. અક્સમાતના કારણે લાંબો ટ્રાફિક જામ થયો છે. દબાયેલા વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો છે.

