લખતરના ગેથડા હનુમાનજી મંદિર ખાતે શ્રી રાજપૂત કરણી સેનાની મિટિંગ યોજાઇ હતી.
ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના જાહેર કરવામાં આવેલા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ થોડા દિવસ અગાઉ એક સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના કારણે રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સમગ્ર ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને રાજકોટના જાહેર કરેલા ઉમેદવાર પરસોતમ રૂપાલા ની ટીકીટ રદ કરવા માંગ કરવામાં આવી છે. ત્યારે લખતર વિરમગામ હાઇવે ઉપર આવેલ ગેથળા હનુમાનજી મંદિરના પટાગણમાં શ્રી રાજપૂત કરણી સેનાની ચિંતન બેઠક યોજાઈ હતી.જે બેઠકમાં આગામી દિવસોમાં લખતર ખાતે આવેદનપત્ર પાઠવવા અંગે આયોજન કરવા અંગેની જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.તેમજ સુરેન્દ્રનગર ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા યોજાનાર ક્ષત્રિય સંમેલન ની અંદર મોટી સંખ્યામાં સૌ એ હાજર રહેવા કરણી સેનાના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શિવરાજ સિંહ રાણા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.યોજાયેલ મિટિંગમાં કરણી સેનાના સૌરાષ્ટ્ર ઉપ પ્રમુખ હરદેવ સિંહ પરમાર,સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ શિવરાજ સિંહ રાણા,જિલ્લા પ્રભારી ક્રુષ્ણપાલ સિંહ,જિલ્લા મહામંત્રી મયુરસિંહ ઝાલા,લખતર પ્રમુખ સહદેવ સિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં કરણી સેના તથા ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો ના વડીલો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

