મતદાન કરી ફ્રીમાં મેળવો ભજિયાનો નાસ્તો
ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ખાસ ભજિયાનું આયોજન છે. જેમાં મકાઈ, રીંગણા અને કેરી સહિત વિવિધ જાતના ભજિયા બન્યા છે. અમદાવાદના એક વિસ્તારમાં લોકો દ્વારા અન્ય લોકો વધુ મતદાન કરે તે માટે વિવિધ જાતના લગભગ 50 થી 100 જાતના ભજિયાનો નાસ્તો આપવામાં આવી રહ્યો છે. જે વોટ કરી શાહીવાળી આંગળી બતાવશે, તેમને આ ભજિયાનો નાસ્તો ફ્રીમાં મળી રહ્યો છે. આ આયોજન સ્થાનિક લોકોએ કર્યું છે.

