મહારાષ્ટ્રના પુણેમાં ઝીકા વાયરસના 5 નવા કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. PMCએ શનિવારે ત્રણ સગર્ભા મહિલાઓ સહિત શહેરમાં વધુ પાંચ લોકોમાં ઝિકા વાયરસના સંક્રમણની પુષ્ટિ કરી હતી આ સાથે 20 જુનથી અત્યાર સુધીમાં કુલ 11 જેટલા કેસ નોંધાયા છે. જોકે, નવા કેસ નોંધાતા મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે.

