પહેલીવાર હાથનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું

પહેલીવાર હાથનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું

દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં પહેલીવાર હાથનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. એક દુ:ખદ અકસ્માતમાં બંને હાથ ગુમાવનાર 45 વર્ષીય ચિત્રકારને ફરી હાથ મળ્યા છે. હવે તેઓ ફરીથી તેમનું બ્રશ પકડવા જઈ રહ્યા છે. તેમણે 2020માં એક ટ્રેન અકસ્માતમાં તેમના બંને હાથ ગુમાવ્યા હતા. દિલ્હીના ડોક્ટરોના ગ્રુપે સફળ સર્જરી કરી છે. એક બ્રેઈન ડેડ મહિલાના અંગ દાનના કારણે આ સંભવ થયું છે.