પરિવારના 5 લોકોની હત્યા કરી યુવકનો આપઘાત
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક વ્યક્તિએ પત્ની, બે દીકરી, દીકરો અને માતાની હત્યા કરી છે. ત્યારબાદ યુવકે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. યુવકે પત્નીને હથોડો માર્યો, માતાને ગોળી મારી અને ત્રણેય બાળકોને છત ઉપરથી નીચે ફેંકી દીધા. આમ એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે.યુવક નશો કરતો હતો અને પરિવારના તેને નશામુક્તિ કેન્દ્ર લઇ જવા માંગતો હતો. જેમાંથી વિવાદ થયો હતો.

