Screenshot 2024 06 30 14 36 25 31 0e31a5c608e4b9b2cbc5d36598ab48db3 1024x794

તમારા નામે 9થી વધુ સીમકાર્ડ હશે તો 50 હજારનો ચાંલ્લો.

કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરાયો છે. 26મી જૂનથી આ કાયદો લાગુ કરાયો છે. આ સાથે જ સાયબર ક્રાઈમ સામે ગાળિયો કસવામાં આવ્યો છે. તો મોબાઈલ વાપરનારાને માટે લાભદાયી બનાવાયું છે. જો કે, આ કાયદા અંતર્ગત મોબાઈલ યુઝર ભૂલ કરે તો 50 હજારથી વધુનો દંડ કરવામાં આવશે, આ સાથે જો એક વ્યક્તિના નામ પર 9થી વધારે સિમ હશે તો તેને પણ દંડ થશે.