ગુજરાતના CMO એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન મળ્યુ છે. 2009માં નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતી ત્યારે સૌપ્રથમ વખત ગુજરાત CMOને આ સર્ટિફિકેટ મળ્યું હતું. જે પરંપરા આજે ભુપેન્દ્ર પટેલના કાર્યકાળમાં પણ યથાવત છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને 2009થી સતત આ પ્રમાણપત્ર પ્રાપ્ત થતું આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલે CMOના કર્મચારીઓને અભિનંદન આપ્યા છે.
