હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો-પ્રેશર આગળ વધીને 24 કલાકમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેથી ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકશે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

