IMG 6868 Copy

ગાંધીનગરના બંગલે નથી રહ્યો: નીતિન પટેલ

ગાંધીનગરના બંગલે નથી રહ્યો: નીતિન પટેલ

કડીમાં મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે કહ્યું કે, હું 20 વર્ષ સુધી મંત્રી પદે રહ્યો પરંતુ ક્યારેય ગાંધીનગરના બંગલે વધુ રહ્યો નથી. કાયમ કડીથી અપડાઉન કર્યું છે. કાર્યકર્તાઓના કામ ઘરે બેઠા થઇ શકે તે માટે દરરોજ પાછો ફરતો હતો. 20 લાખથી વધુ રજૂઆત કરતા કાગળો મળ્યા, દરેકના જવાબ પણ આપ્યા છે. કાર્યાલયને તાળા મારવાને બદલે કાર્યકર્તાનું કામ ત્યાંથી થાય તેમ કરવું જોઇએ.