Screenshot 2024 05 03 11 13 01 81 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x777

કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી માટે ઉમેદવારો જાહેર કર્યા.

કોંગ્રેસે રાયબરેલી અને અમેઠી બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ અમેઠીથી કેએલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને ટિકિટ આપી છે. પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે અટકળોનો અંત આવ્યો છે. રાયબરેલી અને અમેઠી સીટ માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે. રાહુલ અને કેએલ શર્મા આજે ઉમેદવારી નોંધાવશે. રાહુલની સાથે પ્રિયંકા પણ હાજર રહેશે.