IMG 2711 683x1024

કંગના રનૌતના રાજકારણમાં જોડાવા અંગે આખરે સ્પષ્ટતા થઇ

આખરે કંગનાની રાજકારણમાં એન્ટ્રી

ભાજપે અભિનેત્રી કંગના રનૌતને હિમાચલ પ્રદેશના મંડી લોકસભાની ટિકીટ આપી છે. કંગનાએ કહ્યું કે, મેં હંમેશા ભાજપને બિનશરતી સમર્થન આપ્યું છે. આજે પાર્ટીએ મને મારા જન્મસ્થળ મંડીથી લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી છે. હું પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાવા માટે ઉત્સાહિત છું. હું એક સક્ષમ કાર્યકર અને વિશ્વસનીય જાહેર સેવક બનવાની આશા રાખું છું. કંગના રનૌતના રાજકારણમાં જોડાવા અંગે આખરે સ્પષ્ટતા થઇ ગઇ છે.