ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા “મતદાન જાગૃતિ અભિયાન” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે લોકશાહી દેશમાં સરકાર તે દેશના નાગરીકો દ્વારા ચૂંટવામાં આવે છે. દેશના બંધારણ પ્રમાણે દર પાંચ વર્ષે ચૂંટણી પ્રક્રિયા થાય છે તથા નાગરીકોને મતાધિકાર આપવામાં આવ્યો છે. દરેક મતની કિંમત હોય છે. એટલાજ માટે દરેક નાગરીકે પોતાનો મત કોઈપણ જાતના દબાણ વગર , જ્ઞાતી,જાતી ,ધર્મ કે સંપ્રદાય પ્રમાણે આપવા જોઈએ નહી. પરંતુ પોતાના અંતરાત્મા મુજબ ,તટસ્થ રીતે તથા દેશના હીતમાં જે હોય તે પ્રમાણે મત આપવો જોઈએ. આ કાર્યક્રમના અંતે કોલેજના વિદ્યાર્થીઓએ મત આપવાના તથા કોઈપણ જાતની લાલચ કે ભેદભાવ વગર વોટ આપીશુ તેવા શપથ લીધા હતા. ચૂંટણી એ લોકશાહી દેશ માટે ઉત્સવ સમાન હોય છે. દેશની પ્રગતી તથા તેનુ ભવીષ્ય ચૂંટાયેલી સરકારો ઉપર આધારીત હોય છે. આ શપથ કાર્યક્રમમાં ૧૦૦ થી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન તથા આયોજન કોલેજના પ્રા.મહેશ સોનારા, પ્રા.ચેતન મેવાડા તથા પ્રા.મહેન્દ્ર વસાવાએ કર્યુ હતુ.




