D07236d0 A98f 4d68 B8b8 3487325dbc40 1024x569

આયોજન અને જવાબદારી સોંપવા અંગે અપેક્ષિત હોદ્દેદારો, પદાધિકારિઓ, કાર્યકરોની મહત્વની બેઠક કમલમ નર્મદા કાર્યાલય ખાતે યોજાઈ

છોટાઉદેપુર લોકસભામાં ભાજપાના ઉમેદવાર જશુંભાઈ રાઠવા ને 5લાખ મતોથી વિજયી બનાવવા નર્મદા જિલ્લો સંકલ્પબધ્ધ

નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાંથી એક લાખ મતો મેળવવાનો લક્ષ્યાંક

પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના વરદ હસ્તે
ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય “કમલમ્ નર્મદા “નું થનારુ લોકાર્પણ

આયોજન અને જવાબદારી સોંપવા અંગે અપેક્ષિત હોદ્દેદારો, પદાધિકારિઓ, કાર્યકરોની મહત્વની બેઠક કમલમ નર્મદા કાર્યાલય ખાતે યોજાઈ

300279fb 90ff 4596 Bc80 5d154697b482 300x167 E01333f6 8a44 4651 9728 F5f5573721bb 300x167

રાજપીપલા, તા.14

આજરોજ રાજપીપલા ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય “કમલમ્ નર્મદા “ખાતે
ભારતીય જનતા પાર્ટીના અપેક્ષિત હોદ્દેદારો, કાર્યકરો, પદાધીકારીઓની મહત્વની બેઠક બોલવાઈ હતી.
ખાસ કરીને રાજપીપલા ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય “કમલમ્ નર્મદા ” તૈયાર થઈ ગયુ હોઈ તેના વિધિવત લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના વરદ હસ્તે થનારહોઈ લોકાર્પણ કાર્યક્રમ
આગામી સપ્તાહમાં યોજવા અંગે અનેતેના આયોજન માટેની મહત્વની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જવાબદારી ઉપરાંત છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર જશુંભાઈ રાઠવાને 5લાખથી મતોથી વિજયી બનાવવા ના લક્ષ્યાંક નક્કી કરેલ હોઈ છોટાઉદેપુર લોકસભામાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાંથી એક લાખ મતથી વધુ જીત મેળવવા અંગેનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. આ લક્ષ્યાંક પૂર્ણ કરવા ઉપસ્થિત અપેક્ષિત હોદ્દેદારોને વિવિધ પ્રકાર ની જવાબદારી સોપાઈ હતી.

આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી નર્મદાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, તેમજ નર્મદા જિલ્લા લોકસભા સંગઠન પ્રભારી ધર્મેશ ભાઈ પંડ્યા,નાંદોદ વિધાનસભાના ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રભારી બળવંતસિંહ ગોહિલ, જિલ્લા ઉપપ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના નાંદોદ વિધાનસભાના ચૂંટણીપ્રબંધન સમિતિના સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલ સહીત
વિસ્તારક મનીષપટેલ, જિલ્લા મહામંત્રી નીલ રાવ, વિક્રમ તડવી સહિત વિવિધ મોરચાના હોદ્દેદારો તથા પદાઘીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા