આતંકવાદીઓ પાસે પહેલીવાર સ્ટીયર AUG રાઈફલ મળી
કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી સેનાએ સ્ટીયર એયુજી એસોલ્ટ રાઈફલ મેળવી છે. સુરક્ષા એજન્સીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો અને એક પાકિસ્તાની ઓળખપત્ર મળી આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સ્ટીયર એયુજી પણ રિકવર કરાયેલી વસ્તુઓમાં સામેલ છે.

