Screenshot 2024 04 24 15 45 01 24 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x800

આજથી આંદોલન પાર્ટ-2નો પ્રારંભ.

આજથી આંદોલન પાર્ટ-2નો પ્રારંભ

ક્ષત્રિય સમાજ આજથી પાર્ટ-2 આંદોલનનો પ્રારંભ કરશે. ધર્મરથ ફેરવી ભાજપ વિરુદ્ધ આક્રોશ ઠાલવશે. રાજકોટમાં પેલેસ રોડ પર આવેલ આશાપુરા માના મંદિરથી રથનો પ્રારંભ થશે. રાજકોટ, વાંકાનેર, જસદણ, જેતપુર, ગોંડલ સહિતના વિસ્તારમાં રથ ફરશે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર પ્રસાર કરાશે. રાજપૂત સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ કહ્યું કે, અમારી કમિટિની સભ્યો કેસરીયા કરશે તે વાત ખોટી છે. આંદોલન ચાલુ જ રહેશે.